આ 10 લોકો જો હશે તમારી આસપાસ, તો નહીં મળે સુખ-સમૃદ્ધિ અને સફળતા!
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દરેક વ્યક્તિ નવા
વર્ષે કે પોતાના બર્થ-ડેના દિવસથી બીજા બર્થ-ડે સુધી કેટલીક સફળતાઓ મેળવવા
માટેના લક્ષ્ય નક્કી કરી રાખતો હોય છે. તેની માટે તેણે મન મક્કમ કરીને કામે
લાગી જવું પડતું હોય છે. પરંતુ આપણી આસપાસ કેટલાક એવા લોકો રહેતા હોય છે
જેના લીધે આપણે કેટલીક વાર આગળ નિકળી જતા હોઈએ છીએ તો કેટલીકવાર પાછળ રહી
જતા હોઈએ છીએ. તેથી જ આપણે જો જીવનમાં સફળ થવું હોય તો ઉચ્ચ જ્ઞાન ધરાવતા
અને તમારી પ્રગતિને આગળ વધારે તેવા લોકોની સાથ રહેવું ખૂબ જ જરૂરી હોય છે.
તમારા લક્ષ્યોમાં ધારી સફળતા મેળવવી હોય તો તમારે મન મક્કમ રાખીને લક્ષ્યો
પૂરાં કરવા લાગી જવું પડશે એટલું જ નહીં પણ ધર્મમાં બતાવેલ વાતો ધ્યાન
રાખશો તો પણ તમે સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકશો. જો સફળતા મેળવવી હોય તો
કેટલાક લોકોથી દૂર રહેવું જરૂરી છે.
હિન્દુ ધર્મગ્રંથ મહાભારતમાં ખરાબ સ્વભાવ તથા આદતોવાળા 10 ધર્મ વિરોધી
લોકોથી દૂર રહેવાની કે સંગત ન કરવાની સમજ આપી છે. જાણો એવા કયા દસ લોકો છે
જેનાથી તમે અંતર રાખીને ખૂબ જ સફળ થઈ શકો છો.
આ 10 લોકો જો હશે તમારી આસપાસ, તો નહીં મળે સુખ-સમૃદ્ધિ અને સફળતા!
નશીલા – નશો બુદ્ધિ અને વિવેક પર
હાવી થઈ જાય છે. એટલે કે નશો કરનારા વ્યક્તિ સારા અને ખરાબની સમજને ગુમાવી
દે છે. આવા વ્યક્તિ કે તેનો સંગ કરવાથી દુઃખ તથા પરેશાનીઓ આપણને ઘેરી લે
છે.
પાગલ – પોતાનું હોય કે પારકું માનસિક રીતે અસંતુલિત
વ્યક્તિથી નજીક હોવાથી અસાવધાની શારીરિક, માનસિક તથા આર્થિક નુકસાનનું કારણ
બની સુખ-સફળતામાં વિઘ્નરૂપ બની શકે છે.
ક્રોધી – ધર્મની દ્રષ્ટિથી ક્રોધ બધા પાપોનું મૂળ
માનવામાં આવે છે. વ્યાવહારિક રીતે આવેશ ગુસ્સો થતાં કામને બગાડી ઉપેક્ષા,
તિરસ્કાર અને સહયોગનું કારણ બને છે.
ભૂખ્યા – પેટની ભૂખ પણ માણસને ખરાબમાં ખરાબ કામ
કરવાથી મજબૂર કરાવી શકે છે. એવા સમયમાં ભૂખ્યા માણસથી પણ ખરાબ પગલું ભરાય
જાય છે અને સફળતાના રસ્તેથી નીચે આવી જાય છે અને તેવો માણસ જો તમારો મિત્ર
છે તો તે તમારી સફળતાનું વિઘ્ન પણ બની શકે છે.
આ 10 લોકો જો હશે તમારી આસપાસ, તો નહીં મળે સુખ-સમૃદ્ધિ અને સફળતા!
કામી – દરેક પ્રકારે સુખ-સુવિધાઓના ભોગની ઈચ્છા
રાખનારા વ્યક્તિની સાથે આખરે ચરિત્ર, વ્યક્તિત્વ તથા સફળતાને ન માત્ર
દાગદાર બનાવી શકે છે, પણ આજીવન અપયશનું કારણ બની શકે છે.
ભયભીત – કોઈ પણ પ્રકારે ડરેલા માણસ કે ખરાબ વાતનો
સામનો કરવાથી બચે છે કે સાચી વાત નજરઅંદાજ કરે છે, જે આખરે તેની સાથે
બીજાના દુખનું કારણ પણ બની શકે છે.
આ 10 લોકો જો હશે તમારી આસપાસ, તો નહીં મળે સુખ-સમૃદ્ધિ અને સફળતા!
બેદરકાર – નિષ્ઠા, લગન તથા સમર્પણ ન રાખનારા વ્યક્તિ નિશ્ચિત રીતે અસફળતાનું કારણ બને છે.
થાકેલો – વ્યાવહારિક રીતે વધારે થાકેલો માણસ કોઈ વિશેષ લક્ષ્યને પૂરું કરવામાં નબળો સાબિત થાય છે.
લાલચી કે લોભી – ધર્મની દ્રષ્ટિથી લોભ એવો દોષ છે
મન, વિચાર અને વ્યવહારને બગાડી દે છે. વ્યાવહારિક રીતથી એવા લોકો મજબૂરી,
સ્વાર્થ કે સ્વાભાવિક દોષના કારણે સારપથી દૂર હોય છે.
No comments:
Post a Comment
Thank you for message