સરદાર પટેલ સદેહે ગુજરાતમાં!
પાટીદાર આંદોલન પછી 'શું-નું-શું' થશે એવા ખરાબ વિચારો છોડો... ભવિષ્ય ઉજ્જવળ છે!
પાટીદારોના અનામત આંદોલન પછી હવે તો બ્રાહ્મણો, વણિકો અને સવર્ણ જ્ઞાાતિઓ પણ ઓબીસી બનવા માગે છે!
થોડીક જ રાહ જુઓ. ૧૦-૧૫ વરસમાં ભારતની એસસી-એસટી સિવાયની તમામ જ્ઞાાતિઓ ઓબીસીમાં હશે! લોકો આજકાલ પૂછી રહ્યા છે કે જો આજે સરદાર વલ્લભભાઈ પટેલ જીવતા હોત તો એ શું કહેતા હોત?
અમે કહીએ છીએ, જરા ખમી જાવ... સરદાર પટેલ ૧૦-૧૫ વરસ પછી ગુજરાતમાં આવે તો શું વાંધો છે! જુઓ એક કાલ્પનિક ફ્લેશ-ફોરવર્ડ...
* * *
મોટેરા સ્ટેડિયમમાં...
સ્વર્ગમાંથી અવતરેલા સરદાર પટેલના આત્માએ સૌથી પહેલું કામ તો એ કર્યું કે કોઈ સાવ સાધારણ ગુજરાતી માણસનું સ્વરૃપ ધારણ કરી લીધું. પછી તે મોટેરા સ્ટેડિયમમાં પહોંચ્યા.
અહીં એક વન-ડે મેચ ચાલુ થવાની તૈયારીમાં હતી. મેચ ઓબીસી અને એસસીએસટીની ટીમો વચ્ચે હતી. એસસીએસટીની ટીમના કેપ્ટને હવામાં બેટ ઘુમાવતાં ઓબીસી કેપ્ટનને કહ્યું ઃ
''તમે ખાલી ફોગટના અમારી સામે રમવા ઉતર્યા છો. જીત તો અમારી જ થવાની છે કારણ કે સરકારે અમને દરેક મેચમાં ૨૦૦ રનની ગ્રેસનો ક્વૉટા આપ્યો છે. પચાસ ઓવરમાં અમે માત્ર બીજા ૧૦૦ રન ફટકારીએ તો પણ તમારી ફેં ફાટી જશે.''
ઓબીસીના કેપ્ટને ખભો ઉલાળતાં કહ્યું ''ગ્રાઉન્ડમાં તો આવો? ખબર પડશે...''
થોડીવાર પછી ઓબીસીનો કેપ્ટન બીજા એક બેટ્સમેન જોડે બેટિંગ કરવા ઉતર્યો. પણ ગ્રાઉન્ડમાં અઢીસો જેટલા ફિલ્ડરોનું ટોળું જોઈ એ ડઘાઈ ગયો!
''આટલા બધા ફિલ્ડરો?''
''ઓબીસીની ટીમ છે!'' એને જવાબ મળ્યો. ''સરકારે ઓબીસીની ટીમોમાં ૨૪૬ જ્ઞાાતિઓનો સમાવેશ કર્યો છે! બેટમજી, હવે બે રન પણ કરીને બતાડો, તો ખરા!''
* * *
મેટ્રો-રેલમાં...
સરદાર પટેલ તો આવી મેચ જોઈને સ્તબ્ધ થઈ ગયા! મેચ શરૃ થાય એ પહેલાં તેઓ ત્યાંથી નીકળી ગયા.
સ્ટેડિયમની બહાર ચકાચક મેટ્રો-રેલનું સ્ટેશન હતું. સરદાર પટેલ એની ચકાચૌંધ જોઈને ખુશ થઈ ગયા. થોડીવાર મસ્ત મઝાની રંગીન ચમકતી ટ્રેન આવીને ઊભી રહી. લોકો અંદર ચડતાં પહેલાં ટીસીને એક જાતનું કાર્ડ બતાડતા હતા.
સરદાર પટેલ ચડવા ગયા કે તરત ટીસીએ અટકાવ્યા ''કાર્ડ બતાડો, કઈ જ્ઞાાતિના છો?''
''પટેલ છું, કેમ?'' સરદારે કહ્યું.
''ઉતરી જાવ. પટેલો માટેની જેટલી સીટો છે એ બધી ફૂલ છે!''
''પણ અંદર તો ડઝનબંધ સીટો ખાલી દેખાય છે!''
''એ સીટો બીજી જ્ઞાાતિઓ માટે રિઝર્વડ્ છે!''
''પણ-''
''તમે માથાકુટ ના કરો, વડીલ... આખું ગુજરાત આ રીઝર્વેશન સિસ્ટમથી ચાલે છે!''
* * *
સેલ્ફ-ફાયનાન્સ કોલેજમાં...
આખરે કંટાળીને સરદાર પટેલ મેટ્રો-રેલના સ્ટેશનની બહાર નીકળી ગયા. બહાર રીક્ષાઓ ઊભી હતી. પેસેન્જરો બોલાવવા માટે રીક્ષાવાળાઓ બૂમો પાડી રહ્યા હતા ઃ
''ચલો, એસસીએસટી... એસસીએસટી...'' ''ચલો ઓબીસી, ઓબીસી, ઓબીસી, ઓબીસીઈઈઈ...''
સરદાર પટેલને થયું ''ઓહોહો? શહેરમાં આવા બે એરિયા બની ગયા?''
પણ પછી ખબર પડી કે ઓબીસી અને એસસીએસટીની અલગ-અલગ રીક્ષાઓ છે! સરદાર પટેલે એક ઓબીસીવાળા રીક્ષાવાળાને પૂછ્યું ''ભઈલા, તારી રીક્ષામાં પટેલ, ઠાકોર, દેસાઈ એવી અલગ અલગ સીટો નથી?''
પેલો હસી પડયો ''કાકા, સીટ જ ત્રણ છે ને? એટલે સરકારે આમાં કોલેજવાળી નથી કરી...''
''કોલેજવાળી?'' સરદાર પટેલને થયું કે ''એ વળી શું હશે?'' એટલે એમણે રીક્ષાવાળાને કહ્યું ''કોઈ મોટી કોલેજે લઈ જા.''
''સેલ્ફ-ફાઈનાન્સ કે સરકારી?'' રીક્ષાવાળાએ તરત પૂછ્યું.
સરદાર ચોંક્યા ''અલ્યા, એમાં તને શું ફેર પડે છે?''
''ફેર પડે છે, કાકા.'' રીક્ષાવાળો હસ્યો ''સરકારી કોલેજના પેસેન્જર બેસાડીએ તો સરકાર અમને ભાડામાં ઓછી સબ-સીડી આપે છે પણ સેલ્ફ-ફાયનાન્સના પેસેન્જર માટે વધારે આપે છે.''
''એક મિનિટ.'' સરદાર ગુંચવાયા. ''સબ-સીડી તમને મળે કે પેસેન્જરોને?''
''અમને!''
''અને સેલ્ફ-ફાયનાન્સ કોલેજોના પેસેન્જર હોય તો વધારે શેની?''
''કેમ વળી, સેલ્ફ-ફાયનાન્સ કોલેજોને ઉત્તેજન તો આપવું જ પડે ને?''
સરદાર પટેલને આ લોજિક સમજાયું નહિ. એમણે માથાકૂટમાં ઉતરવાને બદલે કહ્યું ''કોઈ સારી સેલ્ફ-ફાયનાન્સ કોલેજે લઈ જા.''
આ કોલેજ તો મોટી ફાઈવ-સ્ટાર હોટલ જેવી હતી! સરદાર પટેલ તો જોઈને મોંમાં આંગળાં નાંખી ગયા! એડમિશનની સિઝન ચાલી રહી હતી. મોંઘી મોંઘી કારો, સ્ટાઈલીશ મોટર-સાઈકલો અને એસી ટેક્સીઓમાંથી વિદ્યાર્થીઓ સાથે એમનાં મા-બાપ ઉતરીને કોલેજમાં જઈ રહ્યા હતા.
એડમિશનની આખી પ્રક્રિયા એક વિશાળ સેન્ટ્રલી એરકન્ડીશન્ડ હોલમાં ચાલી રહી હતી. ત્યાં એક મોટંા ઈલેક્ટ્રોનિક બોર્ડ હતું. એમાં તમામ ૨૫૬ જ્ઞાાતિઓની કેટલી સીટો છે અને તેના કેટલા ભાવ છે, સોરી, કેટલી ફી છે, એ બધું લખેલું હતું.
બધું થઈને રીઝર્વેશનની ટકાવારી ૯૯ ટકા સુધી જતી હતી. સરદાર પટેલને નવાઈ લાગી. એમણે પૂછપરછના કાઉન્ટર પર જઈને પૂછ્યું ઃ
''બહેન, આ ૧ ટકા સીટ કોના માટે રાખી છે?''
''એ વિકસિત દેશના વિદેશી વિદ્યાર્થીઓ માટે છે.''
''વિકસિત દેશના? વિદેશી વિદ્યાર્થી?'' સરદાર પટેલ સાહેબ ખરેખર ગુંચવાઈ ગયા.
''હાસ્તો!'' કાઉન્ટર પર બેસેલાં બહેને સરસ મઝાનું સ્માઈલ આપતાં સમજાવ્યું ''આપણો તો આખો દેશ જ ઓબીસીમાં આવી ગયો ને!''
''આખો દેશ? ઓબીસીમાં?'' સરદાર પટેલને ઝાટકો લાગ્યો.
પણ પેલાં બહેને ફૂલ-ફોર્મ આપીને ખુલાસો કરતાં કહ્યું, ''વડીલ, ઓબીસી એટલે અધર બેકવર્ડ કન્ટ્રીઝ!''
''ઓત્તેરી! કયા કયા દેશો છે ઓબીસીમાં?''
''લગભગ બધા જ! ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા, ચીન, જાપાન, રશિયા, ફ્રાન્સ, જર્મની...''
''હેં? તો પછી ડેવલપ્ડ કન્ટ્રીઝમાં કોણ કોણ છે?''
''એક જ...'' બહેને શાંતિથી કીધું ''અમેરિકા...''
સરદાર પટેલને ચક્કર આવવા લાગ્યાં. કમાલ છે! ઈન્ડિયાની ઓબીસી પોલીસી આખા વર્લ્ડમાં પ્રસરી ગઈ? ગજબ કહેવાય!
ત્યાં તો રીસેપ્શનવાળાં બહેને માહિતી આપી. ''આજે પેલા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ઓબીસી દેશોની ઈન્ટરનેશનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સ પણ છે ને...''
''આમાંય વાયબ્રન્ટ?''
સરદાર પટેલની આંખે અંધારાં આવવા લાગ્યાં. એ લગભગ બેહોશ થવાની અણી પર હતા ત્યારે છેલ્લે છેલ્લે રીસેપ્શનીસ્ટનું એક વાક્ય એમના કાને પડયું ઃ
''સર, હમણાં જ બ્રેકિંગ ન્યુઝમાં અમિત શાહનું નિવેદન આવ્યું છે કે વિશ્વના ઓબીસી દેશોના પ્રમુખ તરીકે ભારતના પ્રથમ ઓબીસી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ચૂંટાઈ આવ્યા છે, એ સમગ્ર ઓબીસી માટે ખરેખર ગર્વની વાત છે...''

No comments:
Post a Comment
Thank you for message