Saturday, September 26, 2015

હથેળીના આ ભાગ પર તલ હોય તો મળે છે ખાસ ફળ, તમારા હાથમાં છે?


હથેળીના આ ભાગ પર તલ હોય તો મળે છે ખાસ ફળ, તમારા હાથમાં છે?

હથેળીના આ ભાગ પર તલ હોય તો મળે છે ખાસ ફળ, તમારા હાથમાં છે?

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હસ્તરેખા જ્યોતિષ મુજબ હથેળીની રેખાઓ બદલાતી રહે છે, ક્યારેક-ક્યારેક હથેળીમાં કાળા તલ પણ બની જાય છે. હથેળીના અલગ-અલગ ભાગો પર બનનારા તલ અલગ-અલગ વાતોની ભવિષ્યવાણી કરે છે. અહીં જાણો હથેળીના તલ અને તેના ફળ સાથે જોડાયેલી વાતો.....
1- હથેળીના શુક્ર પર્વત પર તલ હોય તો વ્યક્તિના વિચારોની પવિત્રતા ખતમ થઇ શકે છે.
2- જે લોકોની હથેળીમાં ચંદ્ર પર્વત પર તલ સ્થિત હોય, તેવા લોકોએ પાણીથી સાવધાન રહવું જોઇએ. આવા લોકોના લગ્ન થવામાં પણ સમય લાગી શકે છે.
3- જો ગુરૂ પર્વત પર તલ હોય તો લગ્નમાં પરેશાનીઓ આવી શકે છે. કોઇપણ કામમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થઇ શકતી નથી.
4- શનિ પર્વત પર તલ હોય તો લગ્નમાં વિલંબ આવી શકે છે અને વૈવાહિક જીવન પણ સંતોષજનક હોતું નથી.
5- શનિ પર્વત પર તલ હોય તો તે માન-સન્માન માટે શુભ માનવામાં આવતું નથી. સૂર્ય પર્વત પર તલ હોય તો વ્યક્તિને સમાજમાં અપમાનનો સામનો કરવો પડી શકે છે.
6- જો કોઇ વ્યક્તિની હથેળીના બુધ પર્વત પર તલનું નિશાન બને છે તો અચાનક કોઇ નુકસાન થઇ શકે છે. બુધ પર્વત સૌથી નાની આંગળીની નીચે સ્થિત હોય છે. જ્યારે હથેળીમાં આવી સ્થિતિ બને તો સાવધાનીપૂર્વક કાર્ય કરવું જોઇએ.
હથેળીના આ ભાગ પર તલ હોય તો મળે છે ખાસ ફળ, તમારા હાથમાં છે?

હથેળીના આ ભાગ પર તલ હોય તો મળે છે ખાસ ફળ, તમારા હાથમાં છે?

રેખાઓ પર તલઃ-
1- જો જીવન રેખા પર તલ હોય તો તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. આ રેખા પર તલ હોય તો ગંભીર રોગ થવાની શક્યતાઓ રહે છે.
2- હથેળીમાં મસ્તિષ્ચ રેખા પર તલ હોય તો વ્યક્તિને મસ્તિષ્ક સાથે જોડાયેલી કોઇ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
3- હ્રદય રેખા પર તલ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી
4- ભાગ્ય રેખા પર તલ હોય તો વ્યક્તિને ભાગ્યનો સાથ મળી શકતો નથી. આવી સ્થિતિમાં વ્યક્તિએ આકરી મહેનત કરવી પડી શકે છે, પરંતુ આશા અનુરૂપ ફળ પ્રાપ્ત થઇ શકતું નથી.
5- લગ્ન રેખા પર તલ હોય તો લગ્નમાં વિલંબ આવી શકે છે. વૈવાહિક જીવનમાં પણ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
હથેળીના આ ભાગ પર તલ હોય તો મળે છે ખાસ ફળ, તમારા હાથમાં છે?

હથેળીના આ ભાગ પર તલ હોય તો મળે છે ખાસ ફળ, તમારા હાથમાં છે?

હસ્તરેખાના શુભ સંકેતઃ-
- જો કોઇ વ્યક્તિની હથેળીમાં સૂર્ય રેખાથી નિકળીને કોઇ શાખા ગુરૂ પર્વક તરફ જતી હોય તો વ્યક્તિ શાસકીય અધિકારી બને છે.
- જો હથેળીમાં શુક્ર પર્વત શુભ હોય, વિસ્તૃત હોય અને તેના પર કોઇ અશુભ લક્ષણ ના હોય તો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. શુક્ર પર્વત અંગૂઠાની નીચે વાળા ભાગને કહેવામાં આવે છે, આ પર્વતને જીવન રેખા ઘેરાયેલી જોવા મળે છે.
- બુધ પર્વત પર એક નાનો ત્રિભુજ હોય તો વ્યક્તિ પ્રશાસનિક વિભાગમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે છે.
- સ્વાસ્થ્ય રેખાની લંબાઈ મસ્તિષ્ક રેખા અને ભાગ્ય રેખા સુધી જ સીમિત હોય તો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્વાસ્થ્ય રેખા ધરાવનાર લોકોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. શુક્ર પર્વત, જીવન રેખાની આસપાસથી પ્રારંભ થઇને બુધ પર્વત તરફ જતી રેખાને સ્વાસ્થ્ય રેખા કહેવામાં આવે છે. બુધ પર્વત સૌથી નાની આંગળીની નીચે હોય છે.
- જો નખ એકદમ સાફ અને સ્વચ્છ જોવા મળે તો તે શુભ લક્ષણ માનવામાં આવે છે. નખ પર કોઇ દાગ-ધબ્બા, કાળાશ ન હોય તો શુભ માનવામાં આવે છે. શુભ નખ સારા સ્વાસ્થ્યની તરફ ઇશારો કરે છે.
- અંગૂઠા મજબૂત, લાંબા, સુંદર હોય તથા મસ્તિષ્ક રેખા પણ શુભ હોય તો વ્યક્તિ નોકરીથી લાભ પ્રાપ્ત કરે છે. શુભ મસ્તિષ્ક રેખા એટલે કે રેખા કપાયેલી હોય અથવા તૂટેલી ન હોય. સાથે જ, અન્ય રેખાઓને કાપતી ન હોય, લાંબી અને સુંદર જોવા મળતી હોય.

હથેળીના આ ભાગ પર તલ હોય તો મળે છે ખાસ ફળ, તમારા હાથમાં છે?

હથેળીના આ ભાગ પર તલ હોય તો મળે છે ખાસ ફળ, તમારા હાથમાં છે?

હસ્તરેખાના અશુભ સંકેતઃ-
1- જો બંન્ને હથેળીઓમાં હ્રદય રેખા નબળી અને અસ્પષ્ટ જોવા મળે તો વ્યક્તિ આળસી અને કામચોર હોઇ શકે છે.
2- જો મણિબંધ પર એક જ રેખા હોય અને તે પણ અધૂરી હોય તો વ્યક્તિનું જીવન નિરસ બને છે અને તેમના જીવનમાં કોઇ ઉત્સાહ રહેતો નથી.
3- હથેળીના બંન્ને મંગળ પર્વત દબાયેલાં હોય તો વ્યક્તિ કોઇ ઉપલબ્ધિ હાંસલ કરી શકતું નથી. આ લોકોના કોઇપણ કામમાં ઉત્સુકતા જોવા મળતી નથી.
4- જો કોઇ વ્યક્તિની હથેળીમાં ભાગ્ય રેખાની પાસે ધન એટલે કે (+)નું નિશાન હોય તો તે વ્યક્તિ જીવનમાં કષ્ટ પ્રાપ્ત કરે છે.
5- જો મસ્તિષ્ક રેખા ખૂબ જ નાની હોય તો વ્યક્તિ મૃત્યુ સમાન કષ્ટ પ્રાપ્ત કરે છે.
 
 

No comments:

Post a Comment

Thank you for message