Saturday, November 7, 2015

મન

મન >> સુવિચાર । Gujarati Suvichar
જયારે મન પ્રસન્ન થી જાય છે ત્યારે બુદ્ધિ પણ સ્થિર થઇ જાય છે.
જેને મનને જીતી લીધું છે, તેને ટાઢ-તડકો,સુખ-દુ:ખ,અને માન-અપમાન બધું સરખું છે.
મન ઉપર માનવીનો કાબૂ એટલે વિકાસ; માનવી ઉપર મનનો કાબૂ એટલે વિનાશ.
પ્રત્યેક વ્યક્તિના ચિત્તની સ્વસ્થતાનો આધાર તેના પોતાના મનની વૃત્તિ ઉપર જ રહે છે.
જેને મનને જીત્યું છે, તેને જગતને પણ જીત્યું છે.
અભ્યાસ અને વૈરાગ્યથી મન સહેલાઈથી વશમાં આવે છે.
જ્યાં સુધી મન જીત્યું ન હોય ત્યાં સુધી રાગ-દ્વેષ શાંત થતા નથી અને માણસ ઇન્દ્રિયોનો ગુલામ બની રહે છે.
મનનો બધો મેલ ધોવાઇ જાય ત્યારે જ ઈશ્વરના દર્શન થાય છે.
મનને મજબુત બનાવવાની એટલી જ જરૂર છે, જેટલી શરીરના પોષણ માટે ભોજનની જરૂર છે.
મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે.
મનના ભાવથી જ પાપ માનવામાં આવે છે,વચન કે કર્મથી નહિ.
મનની બદલાયેલી પ્રવૃત્તિ માનવીનું ચારિત્ર્ય,ટેવો અને જીવનને બદલી નાખે છે.
મન વિશેના સુવિચાર અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.

No comments:

Post a Comment

Thank you for message