nullnull Last Update : 09 Sep, 2015
અમિરાત સરકારે દાઉદની સંપત્તિ (જો દાઉદની જ સાબિત થાય તો) ટાંચમાં લેવાની ખાતરી આપી એથી હરખાવા જેવું નથી
દાઉદ પર કસાતો સકંજો ઃ કેટલો સાચો, કેટલો ભ્રામક?
અમિરાત સરકારને ખરેખર ભારત પ્રત્યે સ્નેહ ઉભરાઈ જતો હોય તો ભારત સાથે તેણે લાંબા ગાળાની પ્રત્યાર્પણ સંધિ કરવી જોઈએ, જેથી ભાવિ દાઉદ પેદા થતા તો અટકે
શસ્ત્ર
એક એવી ચીજ છે જેમાં અણીની કઈ બાજુ આપણે છીએ તેના પર ચહેરાના ભાવનો આધાર
હોય છે. લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને યુપીએને ભીંસમાં મૂકવા માટે
ભાજપ પાસે બે શસ્ત્ર કાયમી રહેતા હતા, પાકિસ્તાન અને દાઉદ ઈબ્રાહિમ. હવે
સિંહાસન પર બેઠા પછી એ જ બે મુદ્દા પર જવાબ આપતી વખતે સરકારને પરસેવો વળી
જાય છે.
તાજેતરમાં વડાપ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોવલની સંયુક્ત આરબ અમિરાતની મુલાકાત પછી અમિરાતે દાઉદની સંપત્તિ ટાંચમાં લેવાના પ્રયાસો આદર્યા છે. સ્વાભાવિક રીતે જ, ભારતીય પ્રસાર માધ્યમોએ આ જાહેરાતને આશાસ્પદ ગણાવી છે. અલબત્ત, અમિરાતની એ પહેલ હકારાત્મક હોવા છતાં પૂરતી નથી. દાઉદ નામની ભેંશ હજુ ભાગોળે ય ક્યાંય વર્તાતી નથી એટલે અત્યારથી ઘેર ધમાધમ કરવાનું ઉતાવળું ગણાશે. એનડીએ સરકાર અને ખાસ તો દાઉદ એક્સપર્ટ ગણાતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલની નીતિ એવી છે કે દાઉદને ઝબ્બે કરવાનું મુશ્કેલ હોય તો તેના વિકલ્પે દાઉદની નાણાકિય તાકાત ખતમ કરવી જોઈએ. દાઉદનું આર્થિક સામ્રાજ્ય જો ખતમ કરી શકાય તો પાકિસ્તાન માટે પણ દાઉદ ધોળો હાથી બની જાય અને તો કોઈ ફાયદા વગર એ મસમોટી જવાબદારી વેંઢારવાનું પાકિસ્તાન પસંદ ન કરે. કિંગ પડે કે ક્રોસ પડે, બેય કિસ્સામાં ફાયદો થાય એવી ધારણા સાથે ભારત સરકારે આ વ્યુહ અમલમાં મૂક્યો છે. પ્રાથમિક સવાલ એ છે કે, આ વ્યુહ સફળ થઈ શકે ખરો? ભારતે જે વ્યુહ વિચાર્યો છે એ એટલો બધો અભૂતપૂર્વ કે અણધાર્યો નથી કે દાઉદ જેવા ખેપાની અને આઈએસઆઈ જેવા કુટિલ ભેજાંઓના ધ્યાનમાં આ પૂર્વે ન આવ્યો હોય. ૧૯૮૪માં દાઉદ દેશ છોડીને દુબઈ સ્થાયી થયો અને ૧૯૯૩ના મુંબઈના બોમ્બધડાકામાં સંડોવણી જાહેર થયા પછી તેણે દુબઈ છોડયું. એ હિસાબે જોઈએ તો તેણે ભારત છોડયું તેને ત્રણ દાયકા અને દુુબઈ છોડયું તેને બે દાયકા થયા છે. આ સમય દરમિયાન જાગતિક રાજનીતિમાં અનેક પરિવર્તનો આવ્યા છે. આંતરરાષ્ટ્રીય રાજકીય સમીકરણો ય બદલાયા છે અને અપરાધની દુનિયાના અગ્રતાક્રમો ય બદલાયા છે. નાણાંકિય નાકાબંદીની અસર ખાળવા માટે દાઉદને બે દાયકા જેટલો ભરપૂર સમય મળ્યો છે એ પણ ન ભૂલવું જોઈએ. ભારત સરકારે દાઉદની મનાતી મિલકતોની યાદી આરબ અમિરાતને સોંપી છે અને હાલ તો અમિરાત એ યાદીની ખરાઈ કરશે એવી જ ખાતરી મળી છે. ભારત પાસે આ યાદી ક્યાંથી આવી? તેનો જવાબ સ્પષ્ટ નથી. દાઉદની તસવીર હોય કે તેના સંતાનોના લગ્નની વિગતો હોય, કરાચીના કિલ્લેબંધ ક્લિફ્ટન રોડ પર આવેલી તેની શાનદાર કોઠી હોય કે દાઉદના વિવિધ આતંકી જૂથોના સંબંધોની અફવા હોય, ભારતનો આધાર પોતાની સત્તાવાર ખૂફિયા એજન્સી કરતાં સવિશેષ દાઉદના વિરોધીઓ દ્વારા મળેલી બાતમી પર વધારે નિર્ભર રહ્યો છે. દાઉદના વિરોધી સૂત્રો એટલે છોટા રાજન યાને રાજેન્દ્ર નિખાલ્જે. ૧૯૯૩ સુધી રાજનની હેસિયત ડી-કંપનીમાં નંબર ટૂની મનાતી હતી. દાઉદના ભાઈ અનીસ, નૂરા કે વિશ્વાસુ છોટા શકીલ પણ રાજન પછીની પાયરી પર આવતા હતા. મુંબઈના નેટવર્કમાં નવી ભરતી કરવી, ખંડણીના કારોબારનો વિવિધ સત્તાવાર રોકાણમાં ઉપયોગ કરવો વગેરે રાજનની જવાબદારી હતી. મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ પછી રાજને દાઉદ સાથે છેડો ફાડયો હતો અને હિન્દુ ડોન તરીકે પોતાને પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો તેણે આદર્યા હતા. મુંબઈ વિસ્ફોટમાં સંડોવાયેલા અને ઓછી સજા મેળવીને કે કાયદાની છટકબારીનો લાભ મેળવીને નિર્દોષ છૂટી ગયેલા કેટલાંક આરોપીઓની એ પછી હત્યા થઈ હતી. જેના ગોડાઉનમાં ટાઈગર મેમણ, યેબા યાકુબ વગેરેએ આરડીએક્સ રાખ્યો હતો એ મુસ્લિમ બિલ્ડર મહંમદ જીન્દ્રાન સહિત આશરે ૧૧ આરોપીઓની હત્યામાં છોટા રાજનનો હાથ હોવાનંુ કહેવાય છે. ખુદ રાજને પણ પોતે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)ની મદદથી આ હત્યાઓને અંજામ આપ્યો હોવાનો દાવો કર્યો હતો, જેને સ્વાભાવિક રીતે જ રોના સૂત્રોએ જે-તે સમયે નકારી કાઢ્યો હતો. એવું માનવામાં આવે છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોવલ દાઉદના કટ્ટર દુશ્મન છોટા રાજન (રાજેન્દ્ર નિખાલ્જે) સાથે સંપર્કો ધરાવતા હતા ત્યારે રાજને તેમને દાઉદની મિલક્તોની અને દુબઈના વિવિધ વ્યવસાયોમાં તેના રોકાણની માહિતી આપી હતી. ૧૯૯૩ના વર્ષના અંતભાગ પછી રાજન અને દાઉદ વચ્ચે કટ્ટર શત્રુતા પ્રવર્તે છે. દાઉદની ડી-કંપનીમાંથી રાજનના વિશ્વાસુ ગણાતા હોય અથવા રાજન સાથે થોડોક પણ સંપર્ક હોય એવા દરેકને છોટા શકીલે સગેવગે કરી દીધા છે. એ સંજોગોમાં રાજન પાસે દાઉદની અસ્ક્યામતો, રોકાણોની જે માહિતી હોય એ વીશ વર્ષ જૂની જ હોવાની. લેટેસ્ટ માહિતી તે મેળવી શકે અને રોને આપી શકે એવી સુવિધા દાઉદે રાખી હોય તેમ માનવાને કોઈ કારણ નથી. ૧૯૯૩ના વિસ્ફોટમાં દાઉદનું નામ ખૂલ્યા પછી ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર કાગારોળ મચાવીને દાઉદ સામે આંગળી ચિંધવા માંડી એ પછી પણ દાઉદ દુબઈમાં જ હતો. અમિરાત સરકાર પર ભારતે અનેક વખત દબાણ સર્જ્યું હતું તેમ છતાં દાઉદની સોંપણી શક્ય બની ન હતી. દાઉદે પોતાના સ્થાનિક કારોબારનો વ્યવસ્થિત વીંટો વાળ્યો પછી જ કરાંચીમાં આઈએસઆઈના આશરે પનાહ લેવાનું પસંદ કર્યું હતું. આજે આટલાં વર્ષે દાઉદના નામે દુબઈમાં કોઈ મોટી સંપત્તિ કે રોકાણ હોય તે હવે શક્ય બને નહિ. આ ઉપરાંત બીજો મુદ્દો એ છે કે વીશ વર્ષમાં આતંક અને ગુનાખોરીની દુનિયાએ પણ અનેક રંગ બદલી નાંખ્યા છે. દુબઈમાં હતો એ દાઉદ અન્ડરવર્લ્ડ માફિયા હતો. કરાચીમાં આશરો લીધા પછી દાઉદ હવે આંતરરાષ્ટ્રીય આતંકી જૂથોના ફિક્સિંગ એજન્ટ(મધ્યસ્થી કરનાર)ની ભૂમિકામાં છે. દુુબઈમાં હતો ત્યારે ભારતમાં તેનો ખંડણીનો મસમોટો કારોબાર હતો. ભારતીય ેવેપારી જૂથો, બિલ્ડર લોબી વચ્ચે ઝગડાની પતાવટ દ્વારા તે પોતાની ફી વસૂલતો હતો. હવે એ ધંધો તેણે બે દાયકાથી પડતો મૂક્યો છે. બે દાયકામાં તેણે પાયરેટેડ સીડીથી માંડીને ગુટખા અને હવાલાથી લઈને મેચ ફિક્સિંગ સહિતના અનેક ધંધાઓમાં વ્યાપ વધાર્યો છે. આ દરેક વ્યવસાય એવા છે જેમાં સમૂળું નેટવર્ક જ નાબુદ ન થાય ત્યાં સુધી દાઉદના નાણાંકિય સ્ત્રોતને હાનિ ન પહોંચે. વળી, દાઉદના આ એકમાત્ર વ્યવસાય તો છે નહિ. હાલમાં જ જાહેર થયેલા અહેવાલો અનુસાર, દાઉદ હવે આફ્રિકાના પ્રતિબંધિત દેશોમાંથી હીરા ખરીદીને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાના વ્યવસાય સાથે ય સંકળાયેલો છે. અગાઉ કહ્યું તેમ, અલ કાયદા અને ભારતમાં કાર્યરત આતંકી જૂથો વચ્ચે તે મધ્યસ્થીની ભૂમિકામાં હતો. હવે એ જ કામ કદાચ આઈએસ સાથે ય કરતો હોય. આ દરેક કડી એવી છે, જેને નાબુદ કરવાનું ભારત સરકારના હાથમાં નથી અને ત્યાં સુધી દાઉદને ઊની આંચ પણ આવે તેમ નથી. મુંબઈમાં દાઉદની બેનામી સંપત્તિ વિશે વીશ વર્ષથી તપાસ ચાલે છે. દાઉદની મનાતી કુલ છ ઈમારતો સરકારે ટાંચમાં લીધી તો એ દરેક ઈમારતના અનેક માલિકો ફૂટી નીકળ્યા. લાંબી કાનૂની કાર્યવાહી પછી સરકારે એ છ પૈકી ચાર ઈમારતો અન્ય માલિકોને વળતર સાથે પરત કરવી પડી. જો ભારતમાં આ સ્થિતિ હોય તો દુબઈમાં બધું સમૂંસુતરું પાર પડશે એવું કઈ રીતે માની શકાય? હકીકત એ છે કે અમિરાતે આપેલી હૈયાધારણાથી ખાસ રાજી થવા જેવું નથી. અમિરાત સરકારને ખરેખર ભારત પ્રત્યે સ્નેહ ઉભરાઈ જતો હોય તો ભારત સાથે તેણે લાંબા ગાળાની પ્રત્યાર્પણ સંધિ કરવી જોઈએ. દાઉદનું જે થવાનું હોય એ થાય, પરંતુ સંયુક્ત આરબ અમિરાત સરકાર ભારત સાથે ચૂસ્ત પ્રત્યાર્પણ સંધિ કરે તો ભારતમાં ગુનો કરીને દુબઈ નાસી જતાં ભાવિ દાઉદ તો ઊભા થતા અટકે.

No comments:
Post a Comment
Thank you for message