શરૂ કરો પોતાનો બિઝનેસ, સૌથી વધુ ડિમાન્ડવાળા આ બિઝનેસમાં જોરદાર કમાણી
moneybhaskar.com | Aug 27, 2015, 19:23PM IST
નવી દિલ્હીઃ ભારતમાં ફૂડ બિઝનેસ સૌથી વધારે ડિમાન્ડવાળો બિઝનેસ છે. ગત દિવસોમાં આવેલા એક રિપોર્ટ અનુસાર રેસ્ટોરન્ટ બિઝનેસમાં સારી તકો છે. ઓનલાઇન ફૂડ ડિલિવરીની વધતી માંગના કારણે આ ઇન્ડસ્ટ્રી હિટ સાબિત થઇ રહી છે. 2020 સુધી આ બિઝનેસ 318 બિલિયન ડોલર (એટલે કે લગભગ 1144800 કરોડ રૂપિયા) સુધી પહોંચવાનું અનુમાન છે. જો આપ પણ આપનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો રેસ્ટોરન્ટ ખોલવાનો વિકલ્પ સારો છે. જેમાં કમાણીની સાથે-સાથે ગ્રોથની સારી સંભાવના છે. મની ભાસ્કર આપને જણાવી રહ્યું છે આને શરૂ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા.
પહેલા આ નક્કી કરો
રેસ્ટોરન્ટ શરૂ કરતાં પહેલા જાણી લો કે તે અનેક પ્રકારના હોય છે. જેમાં વેજ, નોન વેજ અને રેસ્ટોરન્ટ વિથ બાર સામેલ છે. ત્યાર બાદ એ નક્કી કરો કે ફકત ફાસ્ટફૂડ ધરાવતો હશે કે થીમ પર આધારિત. જેમ કે,ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ કે અન્ય. ત્યાર બાદ પોતાનું બજેટ નક્કી કરો. સારી રેસ્ટોરન્ટ ખોલવા માટે 7-12 લાખ રૂપિયાની જરૂર હોય છે. જો જમીન પોતાની હશે તો તેનો ખર્ચ ઘટી જશે.
બિલ્ડિંગ એક્સપેન્સ
રેસ્ટોરન્ટ ખોલવા માટે આ સૌથી મોંઘું ઇન્વેસ્ટમેન્ટ છે. જેમાં રાહત માટે બે રીતો છે. એક ભાડા પર લો અથવા પોતાનું હોય. 700 થી 1500 ચોરસ ફૂટ જગ્યામાં સારી રેસ્ટોરન્ટ શરૂ કરી શકાય છે.
શરૂ કરો પોતાનો બિઝનેસ, સૌથી વધુ ડિમાન્ડવાળા આ બિઝનેસમાં જોરદાર કમાણી
moneybhaskar.com | Aug 27, 2015, 19:23PM IST
લાઇસન્સ અને પરમિટ
નવી રેસ્ટોન્ટ ખોલવા માટે બિઝનેસ લાયસન્સની જરૂર નથી હોતી. પ્રથમ તો તમારે ફૂડ સેફ્ટી લાયસન્સ લેવાનું હોય છે, જે ખાદ્ય વિભાગ આપે છે. આના માટે તમારે રેસ્ટોરન્ટની સંપૂર્ણ વિગતો, જમીનનો હક વગેરે પેપર તૈયાર કરીને વિભાગને આપવાનું હોય છે. બીજુ આ હેલ્થ લાયસન્સ હેલ્થ વિભાગ અને નગર નિગમથી મળે છે. જો આપ બાર પણ સાથે લેતા હો તો આપને તેનું લાયસન્સ કલેક્ટ્રોરેટથી લેવું પડશે.
ઇન્શ્યોરન્સ એક્સપેન્સ
જે જગ્યાએ આપ રેસ્ટોરન્ટ ખોલી રહ્યા છો, તેનો વીમો જરૂર લો. આનાથી ક્યારેક મુશ્કેલી પડે તો આપ સેફ રહી શકો છો. પ્રોપર્ટી ડેમેજ થવા પર ઇન્શ્યોરન્સ આપના કામે આવી શકે છે.
માર્કેટિંગ
આ કોઇ બિઝનેસનો મહત્વનો ભાગ છે. આપની સફળતા એ વાત પર આધાર રાખે છે કે આપનું માર્કેટિંગ કેવું છે. વાસ્તમાં આ એ રીત છે જેનાથી લોકો આપની રેસ્ટોરન્ટ, તેની ખાસિયત અને રેટ અંગે જાણી શકે છે. જેથી આપ મીડિયામાં જાહેરાત, સોશ્યલ સાઇટ્સ પર જાહેરાત કે પોસ્ટર અને બેનરનો ઉપયોગ કરી શકો છો.
શરૂ કરો પોતાનો બિઝનેસ, સૌથી વધુ ડિમાન્ડવાળા આ બિઝનેસમાં જોરદાર કમાણી
moneybhaskar.com | Aug 27, 2015, 19:23PM IST
કર્મચારીઓની સંખ્યા અને પગાર
બિલ્ડિંગના ખર્ચ બાદ આ પણ સૌથી વધારે ખર્ચાળ કામ છે. જો કે, શરૂઆતમાં આપ સ્ટાફ ઓછો જ રાખો. જેમ-જમ રેસ્ટોરન્ટનો ગ્રોથ આગળ વધતો જશે તેની સંખ્યા અને પગારની સાથે જ તેની ગુણવત્તાનું પણ ધ્યાન રાખો.
કિચનનો સામાન ખરીદો
તેને ખરીદતી વખતે થોડીક સાવધાની રાખો. એક તો કોઇ એક્સપર્ટને સાથે રાખો. બીજું મેનુનું ધ્યાન રાખો. એવું ન થાય કે ખોટો સામાન અને ક્રોકરી આવી જાય, જેનાથી ખર્ચ વધારે થઇ જાય.
એવું પણ થઇ શકે છે કે આપ કોઇ વેન્ડરના સંપર્કમાં આવો, જે લિસ્ટ મુજબ સામાન આપી શકે.
શરૂ કરો પોતાનો બિઝનેસ, સૌથી વધુ ડિમાન્ડવાળા આ બિઝનેસમાં જોરદાર કમાણી
moneybhaskar.com | Aug 27, 2015, 19:23PM IST
ફર્નિચર અને વર્કિંગ કેપિટલ
ફર્નિચર પસંદ કરતી વખતે રેસ્ટોરન્ટની થીમ, દિવાલોનો પેન્ટ અને બિઝનેસની રૂપરેખાનો ખ્યાલ રાખો. સારૂ એ રહેશે કે કોઇ એક્સપર્ટ દ્ધારા આ કામ કરાવવામાં આવે. આ ઉપરાંત, વર્કિંગ કેપિટલનું ધ્યાન રાખો. એટલે કે બિઝનેસ શરૂ કર્યા બાદ ઘણાં દિવસો સુધી નાના-નાના ખર્ચ ચાલુ રહેતા હોય છે. શરૂઆતી દિવસોમાં તેમાં નફો નથી હોતો. આવી સ્થિતિમાં આપ પોતાને આર્થિક અને માનસિકરીતે તૈયાર રાખો.
ટેકનીક સમજો
રેસ્ટોરન્ટ માટે તમારે બે-ત્રણ કોમ્પ્યુટર, રોકડ રિસિપ્ટ મશીન વગેરે પણ રાખવા પડશે. આપનો મેનેજર અને સહયોગી સ્ટાફ આનાથી જલદી કામ પતાવી લેશે. સાથે જ આપને લેન્ડલાઇન નંબર પણ લેવો પડશે.
No comments:
Post a Comment
Thank you for message