Monday, August 31, 2015

હકીકતનો કરો સ્વીકાર, દ્રષ્ટીકોણ બદલશો તો નહીં રહો સિંગલ


હકીકતનો કરો સ્વીકાર, દ્રષ્ટીકોણ બદલશો તો નહીં રહો સિંગલ

હકીકતનો કરો સ્વીકાર, દ્રષ્ટીકોણ બદલશો તો નહીં રહો સિંગલ

લાઈફસ્ટાઈલ ડેસ્કઃ પ્રેમમાં દગો મળ્યા બાદ કોઈપણ વ્યક્તિ તુટી જાય છે અને તેને પ્યાર પરથી વિશ્વાસ ઉઠી જાય છે. એવામાં કોઈપણ પોતાને એકલા પડી ગયા હોય તેવું અનુભવે છે. જો તમને પ્રેમમાં દગો મળ્યો છે તો તમે અન્ય બાબતોથી પણ દુર ભાગવા લાગો છો. તમે પ્રેમનું બીજુ પાસુ જોવાનું ભુલી જાવ છો. હકીકત તો એ છે તે રોમેન્ટીક વિચારો રિયાલીટી પર હાવી થઈ જાય છે. આ દુનિયા આપણા માટે એવી જ હોય છે, જેવી આપણે તેને બનાવવા ઈચ્છીએ. આજે અમે આપને સિંગલ રહેવાના કેટલાક કારણો વિશે જણાવીશુ, જેથી તમે લાઈફની બીજી બાજુથી અવગત થઈ શકો.
દ્રષ્ટિકોણ બદલવાનો પ્રયત્ન કરો
પહેલા તો એ નક્કી કરો કે તમને કેવો અંદાજ પસંદ છે. તમારી નજરમાં તમે કોઈનો શિકાર બની ગયા છો કે પછી પોતાની લાઈફનું લક્ષ્ય અન્યોથી અલગ છે તે નક્કી કરો. તમારુ ધ્યાન એ વસ્તુઓ પર કેન્દ્રિત કરો જેને તમે કંટ્રોલ કરી શકો છો, જે વસ્તુઓ તમારી કાબુ બહારની હોય અથવા બિનજરૂરી હોય તેને ઓછુ મહત્વ આપો. પ્રેમની શોધમાં લાગેલા લોકો માટે સૌથી મોટો સવાલ એ હોય છે કે આખરે મારા પોતાના માટે પડકારો ક્યા છે. મારે કઈ વાતો અને પરેશાનીઓનો સામનો કરવાનો છે. આખરે એ કઈ વસ્તુઓ છે જેના કારણે હું સિંગલ છુ.
કમિટમેન્ટ
પુરૂષોને કમિટમેન્ટથી ડર લાગે છે. મહિલાઓની માંગો વધારે હોય છે. સામાન્ય રીતે સંબંધોમાં પડતા પહેલા જ લોકો આ પ્રકારની વિચારસરણી બનાવી લે છે. આમ જોવા જઈએ તો રિલેશનશીપને ત્રણ શ્રેણીમાં વહેચી શકાય. પહેલી-સુરક્ષિત, જેમાં લોકો ઉષ્માપૂર્વક મળે છે, ખુબ પ્રમ કરે છે અને એકબીજા સાથે ખુબ જ કમ્ફર્ટેબલ હોય છે. બીજી-ચિંતિત, જેમાં લોકો એકબીજાની નજીક તો આવવા ઈચ્છે છે, પરંતુ તેમને પ્રેમમાં નિષ્ફળતાનો ડર પણ લાગે છે. ત્રીજી-અસ્વીકાર કરનાર, આવા લોકો એકબીજાની નજદિકીને બિલકુલ નકારી દે છે. તેમના માટે આઝાદી સૌથી વધારે મહત્વની હોય છે. સંશોધન અનુસાર મોટાભાગના લોકો સંબંધોને લઈને સુરક્ષિત હોય છે. મોટાભાગની મહિલાઓ અને પુરૂષો એકબીજા પ્રત્યે નજદિકી અને પ્રતિબદ્ધપૂર્ણ સંબંધો ઈચ્છે છે
.
તમે હજુ પણ એક્સ પર અટકેલા છો
આ સમસ્યા સામાન્ય રીતે અસ્વીકાર કરનાર લોકો સાથે થાય છે. તે નજદિકીયાને લઈને ખુબ અસહજ હોય છે. તે પોતાના સાથીને દુર કરે છે. પરંતુ જ્યારે સંબંધો પુરા થઈ જાય છે ત્યારે તેના મનમાં સંબંધો જ છવાયેલા રહે છે. તે એ વાત પર વિશ્વાસ કરી નથી શકતા કે તેમના સંબંધો નિષ્ફળ નિવડ્યા છે. તેને સંબંધોની સારી-સારી બાબતો યાદ આવવા લાગે છે. તેની નજરમાં તેના સંબંધો નિષ્ફળ થતા પહેલા ખુબ સારા હતા. તે દરેક નવી વ્યક્તિ સાથે પોતાના એક્સની સરખામણી કરે છે. આવી વ્યક્તિ સાથે કોઈ રહેવાનું પસંદ ન કરે.
વિચારે છે પ્રેમ બધા પર હાવી થઈ જાય છે
કેટલાક ઈશારા એવા હોય છે જે જણાવી દે છે કે તમે જે વ્યક્તિ સાથે છો તે સંબંધોને લઈને ગંભીર નથી. તે ક્યારે સંબંધોને સંપૂર્ણ બનાવી શકતા નથી. શું તમારા સાથી પણ આવા હળતા-ભળતા સંકેતો આપે છે? શું તે વારે-વારે પોતાના માટે સ્પેશની માંગ કરે છે? શું તે તમારા માટે એવો માહોલ બનાવી દે છે કે જેમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જાય? જો એવું જ હોય તો તમે આગળ ન વધો તે જ યોગ્ય રહેશે, કારણ કે આવા માણસો કદાચ એકલા રહેવા માટે જ બન્યા હોય છે.
આત્મવિશ્વાસમાં કમી ન આવવા દો
આત્મવિશ્વાસની કમી જાહેર થઈ જાય છે. તમે પોતાને લઈને આત્મવિશ્વાસી રહો. જરૂરી નથી કે મિરર તમને જે તસવીર બતાવે છે તે જ સંપૂર્ણ હકીકત હોય. તમે તેના કરતા વધારે ખૂબસૂરત અને સારા લુકવાળા હોઈ શકો છો. દોડો, વજન ઉઠાવો, યોગ કરો અને પછી સ્વસ્થ આદતો અપનાવો. તેનાથી તમે માત્ર ફિટ જ નહીં બનો, પરંતુ તમારુ વજન પણ ઓછુ જશે. સૌથી જરૂરી તમે તમારી જાતને પ્રેમ કરવા લાગશો. તમે ખરેખર ખૂબસૂરત છો. એક વાત સમજી લો. તમે તમારા પર વિશ્વાસ કર્યા બાદ જ બીજા વિશ્વાસ કરી શકશો.
પોતે જ શોધમાં વ્યસ્ત છો
તમારા જીવનમાં બદલાવનો સમય ચાલી રહ્યો છે. તમે નવી જોબ સોધી રહ્યો છો, નવા શહેરમાં શિફ્ટ થઈ રહ્યા છો કે પછી નવું કામ કરી રહ્યા છો, આ તમામ કારણોથી પણ તમે સિંગલ હોઈ શકો છો. અને હા, તે એક હદ સુધી યોગ્ય પણ છે. જ્યારે તમારૂ પોતાનું જીવન સ્થિર ન હોય ત્યારે તેમાં નવા સાથીને સામેલ કરવું યોગ્ય નથી. પહેલા પોતાને નવી પરિસ્થિતિમાં સારી રીતે સેટ કરી લો, ત્યારબાદ જ આ વિશે વિચાર કરો.
મેળવવા માટે કરો મહેનત
જ્યારે કોઈ તમને પોતાની સાથે બહાર આવવા માટે કહે છે તો તમે બિઝી હોવાનું બહાનું બનાવો છો. તમે એવું બતાવો છો કે તમને તેની પરવા નથી, જ્યારે વાસ્તવમાં તમને એની પરવા હોય છે. આવી જ હરકતોના કારણે તમારા માટે મિસ્ટર કે મિસ રાઈટ શોધવું મુશ્કેલ બની જાય છે. આ કારણે જ તમે એવા લોકોની નજીક આવી શકો છો જે તમને નાખુશ રાખશે.
 
 
 
 

No comments:

Post a Comment

Thank you for message