Saturday, August 29, 2015

રાશિફળ સ્કોર

Taurus (વૃષભ)

|#રાશિફળ સ્કોર

Apr 19 - May 19

Print   |

4.0 rating
Taurus
વર્ષ 2015 વૃષભ રાશિવાળા લોકો માટે સારું રહેશે. વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમારી રાશિનો સ્વામી શુક્ર ઉચ્ચના મંગળની સાથે રહેશે. ચારેય તરફથી શુભ સમાચારોની પ્રાપ્તિના યોગ બનશે. આ વર્ષની શરૂઆતમાં મંગળની ઉચ્ચ સ્થિતિને કારણે ભૂમિ, ફેલ્ટ અથવા પ્લોટનું તમે બુકિંગ કરાવી શકો છો. સ્થિર સંપત્તિ ખરીદવાની યોજના પણ તમે બનાવી શકો છો. કોઇ સરકારી વિવાદ કે મતભેદમાં પણ તમે આ સમયે પડી શકો છો. અન્ય વિવાદોથી દૂર રહેવું.માર્ચ  અને એપ્રિલમાં તમે તમારી સમજણશક્તિ-બુદ્ધિ અને સાધનોનો ઉપયોગ કરીને યોગ્ય લાભ પ્રાપ્ત કરી જ લેશો. તમને આ સમયમાં નવી ઉપલબ્ધીઓ પ્રાપ્ત થવા જઇ રહી છે. જોકે, પાંચમાં સ્થાનમાં રાહુ હોવાથી ચિંતાની સ્થિતિ બની રહેશે.તમે વેપાર અને કારોબારના વિસ્તારને લઇને યોજના બનાવશો. આ યોજનાઓને કાર્ય સ્વરૂપમાં ઢાળવા માટે તમે એડીથી ચોટી સુધીનું જોર લગાવી દેશો, આ સ્થિતિનો પ્રભાવ પણ જોવા મળશે. નોકરી અને કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન જોરદાર રહેશે, બોસ અને અધિકારી તમારા કામથી પ્રસન્ન રહેશે. 

6એપ્રિલથી 2 મેની વચ્ચે તમારી રાશિનો સ્વામી શુક્ર તમારી રાશિમાં જ રહેશે. આ સમય વિદ્યાર્થીઓને તેમના ઇચ્છિત પરિણામ અને પ્રતિફળની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીનું પૂરૂ ધ્યાન તેમના અભ્યાસમાં જ રહેશે. વેપારીઓ અને વ્યવસાયિયોને થોડો ઓર્ડર હાથ લાગી શકે છે. તમારી યોગ્યતા અને આવડતનો ફાયદો તમને મળશે. શનિ પણ માર્ચથી ઓગસ્ટની વચ્ચે વક્રી રહેશે.વડિલોના સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બનશે. તમે વડિલોની ખૂબ જ સેવા કરશો, તેમના આશીર્વાદ અને માર્ગદર્શન લઇને જ આગળ વધશો તો તમને ફાયદો થશે. આ સિવાય બૃહસ્પતિ પણ 14 જુલાઈએ સિંહ રાશિમાં આવી જશે. જેનાથી તમારી ઉન્નતિ અને આગળ વધવાનો અવસર વધી જશે. તમારી રાશિથી ચોથી રાશિમાં ગુરૂ હોવાથી તમને માન-સન્માન અને કોઇ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. જરૂરી કામ પ્રાર્થમિકતાથી થઇ જશે, પરંતુ આ વર્ષે માર્ચથી ઓગસ્ટની વચ્ચે ઘરના કોઇ સભ્યનું સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. વેપાર અને કારોબારમાં વિસ્તારની યોજના તમે બનાવી છે, તેને આગળ વધારવાનો સમય આવી ગયો છે, પરંતુ આ સમયે તમારે દુશ્મનો અને વિરોધીઓથી વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. આ વર્ષે તમારા સાસરિયામાં કોઇ સભ્ય સાથે હળવો તણાવ રહી શકે છે.
સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ખોટા પુરાવાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો. કોઇ જુનો રોગ સમાપ્ત થઇ જશે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. શનિની સ્થિતિ આ વર્ષે સાતમાં સ્થાનમાં રહેશે. એટલે પારિવારિક સુખ-શાંતિની દ્રષ્ટિએ વર્ષ તેટલું સારું નથી. પતિ-પત્ની અને પિતા-પુત્રમાં વૈચારિક તાલમેલનો અભાવ રહેશે. આ વર્ષે થોડા મહત્વપૂર્ણ કાર્ય થઇ શકે છે.નવેમ્બર અને ડિસેમ્બર માં જે જુના વિવાદ ચાલી રહ્યા હતા, તે તમારી પરસ્પરની સમજણ શક્તિથી હલ થઇ જશે. આ સમયે વૃષભ રાશિના વિદ્યાર્થીઓની એકાગ્રતામાં પણ કમી આવશે, જેનો પ્રભાવ સીધો અભ્યાસ પર પડશે. જોકે, રાજકીય કામ અને જે તમારા અટકાયેલા કામ હતા, તે થોડી કોશિશોથી પૂરા થઇ જશે.

લવ લાઇફઃ-
વૃષભ રાશિના લોકો થોડા ભાવુક હોય છે જેના કારણે ભાવુક થઇને થોડા ખોટા નિર્ણય લઇ શકે છે. તમારે સાવધાન રહેવું. આ વર્ષ ઘર-પરિવારનું વાતાવરણ થોડું તણાવપૂર્ણ રહી શકે છે. જીવનસાથી સાથે થોડી-થોડી વાતોમાં મનમુટાવ થઇ શકે છે. સાતમાં ભાવમાં શનિ હોવાને કારણે પતિ-પત્નીમાં મતભેદ ઉત્પન્ન થઇ શકે છે. જે સમયની સાથે હલ પણ થઇ જશે. ભાઇઓ સાથે સંપત્તિ સંબંધી વિવાદ થવાના યોગ સર્જાઇ રહ્યા છે, પરંતુ સમયની સાથે તે સમસ્યા પણ હલ થઇ જશે. ભાઇઓ અને સંબંધીઓ માટે તમારા મનમાં નેગેટિવ વિચાર આવી શકે છે. તમારે તમારી બુદ્ઘિ અને વિવેકથી કામ લેવાની જરૂર છે. સંતાનની ગતિવિધિ, દિનચર્યા અને વ્યવહાર તમારી ચિંતાનું કારણ બનશે. માર્ચથી ઓગસ્ટના મધ્ય શનિની વક્ર સ્થિતિને કારણે સંતાનના અભ્યાસ અને વિવાહ સંબંધી ચિંતા પણ હાવી રહેશે. આ વર્ષે પ્રેમ પ્રસંગથી વૃષભ રાશિવાળા લોકોને સુખ પ્રાપ્ત થશે. પરંતુ શનિની સ્થિતિને કારણે પ્રેમ સંબંધને તમે ગુપ્ત રાખી શકશો નહીં. જેનાથી પારિવારિક સુખમાં પણ ગડબડી આવી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ કોઇ ત્રીજા વ્યક્તિની દખલગીરીથી મનમુટાવ ઉત્પન્ન થઇ શકે છે.

પ્રોફેશન લાઇફઃ-
વેપાર અને કારોબારની દ્રષ્ટિથી આ વર્ષ સારું રહેશે. જોકે, કામકાજને સ્થિર રાખવા માટે તમારે મહેનત પણ કરવી પડશે. નોકરી સાથે જોડાયેલા લોકોની પદોન્નતિ અથવા મહત્વપૂર્ણ પોસ્ટિંગ કોઇ મોટા પ્રભાવળી વ્યક્તિની મદદથી મળી શકે છે. આ વર્ષે ઉચ્ચનો ગુરૂ પરાક્રમ ભાવમાં પરાક્રમમાં વધારો કરી રહ્યો છે, આ સમય વેપાર અને વ્યવસાયમાં કોઇ અન્ય વ્યક્તિનો સહયોગ તમારી કિસ્મતને બદલવાનું સામર્થ્ય રાખી શકે છે. તમે આ વર્ષે પૂરી ઉર્જા અને જોશમાં તમારા કામ પ્રત્યે સમર્પિત રહેશો. જેનું તમને ફળ પણ મળશે. વર્ષની શરૂઆતમાં ઉચ્ચનો મંગળ છે એટલે જમીન, કપડા, લોખંડ, કમીશન અને તેલના વેપાર સાથે જોડાયેલા લોકોને આ વર્ષે જબરદસ્ત નફો થશે. નોકરીમાં પૂર્ણ પ્રામાણિકતા અને લગન સાથે કામ કરવું. વેપારમાં ભાવનાઓથી અલગ રહીને વિચારવું, ભાવનાઓમાં મોટાભાગે તમારાથી ખોટા નિર્ણય લઇ શકાય તેવી સંભાવનાઓ રહેશે. 14 જુલાઇ પછી ગુરૂ ચોથા સ્થાન પર આવી જશે. તે સમયે તમે કામમાં કોઇ ભુલ કરી શકો છો. જેનું પરિણામ તમારે આગળ જઇને ભોગવવું પડી શકે છે. તમારા અનુભવો અને ભુલોથી શીખીને, પ્રેરણા લઇને તમારે આગળ વધવું.બૃહસ્પતિની સ્થિતિથી આ વર્ષ વૃષભ રાશિના વિદ્યાર્થીઓના અભ્યાસમાં રૂકાવટની સ્થિતિઓ બની રહી છે. વિદ્યાર્થીઓમાં એકાગ્રતાનો અભાવ રહેશે. વૃષભ રાશિના લોકો પ્રેમ-પ્રસંગોમાં પડીને પોતાના અભ્યાસનું નુકસાન કરાવી શકે છે. જોકે, કરિયરને લઇને જરૂર તમને આ વર્ષે કોઇ મહત્વપૂર્ણ અવસર અથવા બ્રેક પ્રાપ્ત થઇ શકે છે. નોકરી અને કરિયરમાં તમે લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. આ વર્ષે અભ્યાસ પર દબાવ બનેલો રહેશે. નોકરીમાં વધારે સારા અવસર મળશે. આ વર્ષે માર્ચથી ઓગસ્ટની વચ્ચે શનિના વક્રી હોવાથી કામકાજમાં વધારે સારી નોકરીનો પ્રસ્તાવ પ્રાપ્ત થઇ શકે છે. અભ્યાસમાં કોઇ નબળાઇને કારણે તમે નિરાશ જરૂર થઇ શકો છો. વિદ્યાર્થીઓને આ વર્ષે વધુ મહેનત કરવી પડી શકે છે.

 સ્વાસ્થ્યઃ-
વર્ષ 2015માં નાની-મોટી સ્વાસ્થ્યની સમસ્યા રહેશે. આ વર્ષ કામકાજની વ્યસ્તતાઓની વચ્ચે તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકશો નહી. ક્યારેક-ક્યારેક મોસમી બીમારીઓ અને પેટ સાથે સંબંધિત રોગોથી તમે પરેશાન રહી શકો છો. જોકે, આ વર્ષે તમે કોઇ મોટી બીમારીઓનો શિકાર બનશો નહી. પરંતુ નાની-મોટી બીમારીઓથી તમે પરેશાન રહી શકો છો. આખું વર્ષ શનિ તમારી રાશિથી સાતમી રાશિમાં રહેશે. માર્ચથી ઓગસ્ટની વચ્ચે શનિ વર્કી પણ થશે. વૃષભ રાશિના જાતકો આરામ પ્રિય હોય છે પરંતુ આ વર્ષે તમારે આરામથી વધારે પોતાના સ્વાસ્થ્ય પર રાખવું જોઇએ. કોઇ વડિલના સ્વાસ્થ્યને લઇને તમારે હોસ્પિટલના ચક્કર પણ ખાવા પડી શકે છે. વડિલોના સ્વાસ્થ્ય પર ધન ખર્ચની સ્થિતિ રહેશે. આ વર્ષે શારીરિક સ્વાસ્થ્ય જરૂર ડામાડોળ રહી શકે છે.

No comments:

Post a Comment

Thank you for message